સિદ્ધિઓ | અમારા વિષે | પુરાતત્‍વ અને સંગ્રહાલય નિયામક : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
સિદ્ધિઓ | અમારા વિષે | પુરાતત્‍વ અને સંગ્રહાલય નિયામક : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

સિદ્ધિઓ

વડનગર જિ. મહેસાણા

વડનગર જિ. મહેસાણા
 • વડનગરના ઐતિહાસિક સ્થળો ઉત્ખનન દ્વારા પ્રાચીન બૌધ મઠના અવશેષો ઉદ્દઘાટિત કરવામાં આવેલ.
 • ઉત્ખનન દરમ્યાન વડનગરના વિવિધ સ્થળોએથી ત્રીજી સદીથી પહેલાના સમયથી મરાઠાકાળ સુધીના તથા અન્યઅવશેષો પ્રાપ્ત થયા.
 • ક્ષત્રપકાળના ચાંદીના સિક્કાઓ (ત્રીજી ચોથી સદીના) મળી આવેલ છે.
 • ગ્રીક- રોમન કલાના નમુનારૂપ મળેલ અવશેષો પ્રાચીન સમુદ્રી/વિદેશ વેપાર અંગે મહત્વપુર્ણ પ્રકાશ પાડે છે.

કાનમેર

વડનગર જિ. મહેસાણા
 • કચ્છમાં રાપર તાલુકાના કાનમેર ખાતે આવેલ પ્રાચીન સ્થળ પર વર્ષ૨૦૦૫-૦૬થી૨૦૦૮-૯ સુધી રાજ્ય પુરાતત્વખાતું તથા રાજસ્થાન વિધાપીઠ ઉદેપુર અને જાપાની સંસ્થાના સહયોગથી ઉત્ખનન હાથ ધરવામાં આવ્યું.
 • ઉત્ખનન દરમ્યાન ૫૦૦૦ વર્ષ પ્રાચીન વસાહતના કેટલાક અવશેષો અને કિલ્લો મળેલ છે.
 • ઉત્ખનન દરમ્યાન વિવિધ પ્રકારના વાસણો, અર્ધકિમતી પથ્થરમાંથી બનાવેલ મોતી, શંખ, હાડકા, મુદ્રાઓ તથા તાંબામાંથી બનાવેલ વસ્તુઓના અવશેષો મળીઆવેલ છે.

વડલી

વડનગર જિ. મહેસાણા
 • પાટણથી ૯ કી.મી. ના અંતરે સરસ્વતી નદીના કાંઠે આવેલ વડલી ગામમાં ઉત્ખનન હાથ ધરવામાં આવ્યુ.
 • ઉત્ખનન દરમ્યાન સલ્તનતકાલ સુધીના પુરાતત્વીય અવશેષ પ્રાપ્ત થયેલ છે.
 • આ પ્રાપ્ત થયેલ અવશેષોમાં પ્રાચીન જૈન પ્રતિમા સહિત વિવિધ પાત્રખંડો તેમજ વિશાળ બાંધકામના અવશેષો મળી આવેલ છે.

ખાનગી અરક્ષિત હેરીટેજ સ્મારકોની જાળવણી / રક્ષિત સ્મારકોની સાફસફાઈ

 • વર્ષ: ૨૦૧૧-૧૨ માં ૧૦ ખાનગી અરક્ષિત હેરીટેજ ઈમારતોની જાળવણી માટે રૂ. ૧૦,૨૬,૦૦૦/- ની સહાય આપવામાં આવેલ.
 • વર્ષ: ૨૦૧૧-૧૨ માં ૪૬ રક્ષિત સ્મારકોની સાફસફાઈ માટે રૂ. ૬,૦૪,૦૦૦/- ની સહાય આપવામાં આવેલ.
Back to Top